અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/કૂંચી આપો, બાઈજી!

From Ekatra Wiki
Revision as of 11:11, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૂંચી આપો, બાઈજી!|વિનોદ જોશી}} <poem> કૂંચી આપો, બાઈજી! તમે કિયા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કૂંચી આપો, બાઈજી!

વિનોદ જોશી

કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી?

કોઈ કંકુથાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઉતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકા પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી!

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી!

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી!
(ગુજરાતી કવિતાચયન : ૨૦૦૦, સંપા. ધીરેન્દ્ર મહેતા, પૃ. ૧૦૬)