પરકીયા/ઘાસતણા વક્ષથી
Revision as of 08:04, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
ઘાસતણા વક્ષથી
સુરેશ જોષી
ઘાસતણા વક્ષથી હું ક્યારે પામ્યો મારું આ શરીર –
હરિત આ ઘાસ થકી; તેથી તાપ સારો લાગે – તેથી નીલાકાશ
મૃદુ ભીનું ને કરુણ મને લાગે; – પથેપથે તેથી તો આ ઘાસ
જળ સમું સ્નિગ્ધ લાગે; –મધમાખીઓનો જાણે માળો
આ જ ઘાસે;– જેમ જેમ જઉં દૂર, વળી દૂર પૃથિવીના
નરમ ચરણ તલે કેટલીય કુમારીના વક્ષના નિ:શ્વાસ
કથા કહે – એમના એ શાન્ત હાથ ક્રીડા કરે – એમની ગૂંથેલી લટ
છૂટી જાય – ધૂસર સાડીની વાસે આવે એઓ – અનેક નિબિડ
પુરાણી પ્રાણની કથા કહ્યે જાય – હૃદયની વેદનાની કથા –
સાન્ત્વનની નિર્ભૃત નરમ કથા – મેદાનના ચન્દ્રની કરે વાત –
આકાશના નક્ષત્રની કરે વાત; શિશિરની શીત સરળતા.
એમને તો ખૂબ ગમે – ધુમ્મસે ય સારું લાગે આંખોની ઉપર,
ગરમ વૃષ્ટિનું ટીપું સારું લાગે; શીત રાતે – ઘુવડની નમ્રતા;
બહુ ગમે આખી રાત પીપળા ને આંબાતણાં પાંદડાં જે ખર્યાં કરે.