પુનરપિ/બાથટબમાં

From Ekatra Wiki
Revision as of 06:47, 26 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાથટબમાં|}} <poem> લંબગોળ ઘાટીના પાણીને ખાબોચિયું માનું? ધર્મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બાથટબમાં

લંબગોળ ઘાટીના પાણીને
ખાબોચિયું માનું?
ધર્મ એનો ગંગા જેવો ગહન નિતનિત.
વગડાનો મહેકીલો શ્વાસ ગદગદિયાં કરે સાબુને:
પરપોટા.
[કેટલાં રહ્યાં વરસ, ભાઈ, કેટલા શ્વાસ?]
ફુવારો ઉપરનો બંધ, તોય ટપકે ભેંકાર:
[કેટલા શ્વાસ?]
થયો લાંબો, કાન સુધી ખેંચી જળરેખાની પરછ;
કંપી ઊઠ્યાં ઘરગથ્થુ અવાજોનાં મૂળ:
[કોઈ પડ્યું? વ્યોમ દડ્યું?]
તરતો આ થોડો મેલ
[ખુશબોના સ્મરણોની વર્ણમાલા.
મારાં અંગઅંગમાં રે, મોકળાશ.
સ્વસ્થ શ્વાસ.
આંખ બંધ કરી —
સૂર્યોદય ઝીલવા સરી પોપચાંની પડદી:
પ્રાત:સંધ્યા પ્રાત:ઉદયે
[મારું ઊર્ધ્વ સાષ્ટાંગ]
ધ્યાન ચીરતું ચાંદરડું સર્યું ગોખ થકી ઊંચા.
બહાર કૂદું તો થાશે ઘામ,
પરસેવો સાબુને સ્થાન.
ભાઈ, પડી રહે!
પણ શાશ્વત સ્વચ્છતામાં?
એ કોણ સહે
એકાન્ત?
થનગનતા કરવી શાંત, થાવું ક્લાંત,
નિર્મળતામાં ફરી સરકતાં પહેલાં.

9-8-’59