પુનરપિ/શેક્સપિયરની કબર કને
Revision as of 07:06, 26 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શેક્સપિયરની કબર કને|}} <poem> પકડ્યો વિજેતાએ મને જકડ્યો. ::: પૂર્...")
શેક્સપિયરની કબર કને
પકડ્યો વિજેતાએ મને જકડ્યો.
પૂર્યો ભેંકાર કારાગાર.
આંધળિયા કૂવા શા ઓરડામાં
એકાન્તનો પગથાર
ખાલીખમ.
છતાં આ શું ભુલકણા જેલરે ભૂલ્યું?
પડ્યું પુસ્તક પછાડી કાં રહ્યું?
ભાગતા ફરતા, છુપાતા ચોર જેવી
છિદ્રમાંથી છટકતી
ચાંદનીની સેર મુજ ફાનસ બને:
જંજીર-ભારે હાથથી
મેં ઉપાડી એ કિતાબ:
સાંપડે કાનસ મને
જ્યાં ઊઘડે છે એ કિતાબ
(ઓરમાયા અક્ષરોમાં).
આજે છૂટીને આવતો હું
(હોથોર્નનાં ધોળાં ફૂલોની વંડીઓ વચ્ચે રમી)
કબરને કહેવા તમારી:
દફનાવી છે હિંદે વિજેતાની ખુમારી,
પણ રટે છે આપ શાયર-સૂર!
શબ્દના ચારિત્ર્યને
સામ્રાજ્ય કેરા કવચની
ન હોય કાંઈ જરૂર.
બાની-ગુલામીમાં હતો આઝાદીનો અંકુર!
સ્ટાટફર્ડ-અપોન-એવન
20-4-’60