અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશોક ચાવડા 'બેદિલ'/ધારીને મેં જોયા
Revision as of 11:11, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધારીને મેં જોયા|અશોક ચાવડા 'બેદિલ'}} <poem> ધારીને મેં જોયા કર્...")
ધારીને મેં જોયા
અશોક ચાવડા 'બેદિલ'
ધારીને મેં જોયા કર્યું છે ક્યાંય તડ નથી,
કારણ વગર આ આરસીમાં મારું ધડ નથી.
કોઈ ઉકેલી જાય તો આભાર માની લઉં,
રેખાઓ મારા હાથથી સ્હેજે સુઘડ નથી.
મળવું જ હોય જો મને ખુલ્લો થઈને મળ,
મારાય ચ્હેરા પર હવે એકેય પડ નથી.
તોરણ બનીને ઝૂલવાનો બારસાખ પર,
હું પાંદડાનો જીવ છું લાચાર થડ નથી,
‘બેદિલ’ મૂકીને જાત ખુદની ક્યાં જતો રહ્યો?
આખું નગર છે મૌન એના કૈં સગડ નથી.