અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કેશુભાઈ દેસાઈ/વળશો ક્યારે?

Revision as of 07:29, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વળશો ક્યારે?|કેશુભાઈ દેસાઈ}} <poem> તમે ગયા ને અમેય જઈશું – (અહી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વળશો ક્યારે?

કેશુભાઈ દેસાઈ

તમે ગયા ને અમેય જઈશું –
(અહીં) કોણ હ્યું છે કાયમ?
–રીત બરાબર ન’તી જવાની,
વળશો ક્યારે વાલમ!
વાતવાતમાં વટક્યા, છટક્યા – તરછોડ્યું વનરાવન,
પરપોટા જેવું જીવન આ: પળપળ આવન-જાવન!
ઘર છોડ્યાથી વળે કશું ના,
નળ જડે ચીજ મન-ભાવન...
ગામ બધું બહુ યાદ કરે છે –
વળશો ક્યારે વાલમ!
આંબે ઝૂલતી સાખ સમા, કૈં હતા હજારી ગોટા,
આંખોના તોરણિયે ટહુકે નિત્ય નવા તવ ફોટા...
(ઉંમરના ઓવારે પ્હોંચી આ તો શી વરઝોળા!
તપ્પો જેઠ, સામું ચોમાસું –
ઘૂઘવે ત્યાં મહેરામણ...
ગામ બધું સહુ યાદ કરે છે
વળશે ક્યારે વાલમ!
હૈયે લીલા લઈ ઉઝરડા, કાળા લોહી ઉકાળા;
અંદર ધરબી ડુંગર દખના પળમાં ભર્યા ઉચાળા...
મારગને છેડે પ્હોંચ્યા ત્યાં
ઝેર થઈ શું આલમ?
ગામ બધું બહુ યાદ કરે છે –
વળશો ક્યારે વાલમ!
ઘર-પાદરની માયા છોડી, છોડ્યા ખેતર-શેઢા;
બધું આયખું ધસી, હસી દઈ મૂક્યો ટોડલા રેઢા!
કશું હોય ના અહીં પોતાનું –
ના મોટ ના નાનમ!
ગામ બધું બાદ યાદ કરે છે
વળશો ક્યારે વાલમ...
ખૂટળે આ શ્વાસોની મૂડી, નહીં બચે ઘર-વાડી,
યાદ આવશો હર હંમેશાં, જ્યાં સાંભરશે માડી...
તમે ગયા ને અમેય જઈશું
– કોણ રહ્યું છે કાયમ?
વાંક વગરની સજા ભોગવશો
વળશો ક્યાલે વાલમ!
(૧૭-૫-૨૦૧૨)