અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/પર્વતને નામે

From Ekatra Wiki
Revision as of 06:20, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પર્વતને નામે|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> પર્વતને નામે પથ્થર, દર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પર્વતને નામે

ચિનુ મોદી `ઈર્શાદ'

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઇચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તોપણ,
મારા ઘરે પધારો, ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી,
‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
(ઇર્શાદગઢ, પૃ. ૧૦)