અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/બળે દીવાની જ્યોત

From Ekatra Wiki
Revision as of 10:11, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બળે દીવાની જ્યોત| ધીરેન્દ્ર મહેતા}} <poem> હાથમાં લીધાં કલમ ને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બળે દીવાની જ્યોત

ધીરેન્દ્ર મહેતા

હાથમાં લીધાં કલમ ને દોત,
પાસે બળે દીવાની જ્યોત...
રેતનદીના પટ શો કાગળ હાથમાં કરચલિયાળો,
કરચલિયાળા અક્ષર જાણે કોઈ વીંખેલો માળો,
ટેરવે આવી તલ પી તલપી થીર થયાં છે કપોત!
પાસે બળે દીવાની જ્યોત...
કલમની અણીએ કાગળિયા પર શબ્દો કૈં તરડાયા,
તરડાયા શબ્દોમાં સળવળ સળવળ મારી છાયા,
આયખું આખું મેં ગોતી, લે, તુંય હવે એ ગોત!
પાસે બળે દીવાની જ્યોત.ય
હાથમાં લીધાં કલમને દોત.