અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં

Revision as of 11:44, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં|પ્રાણજીવન મહેતા}} <poem> કદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં

પ્રાણજીવન મહેતા

કદાચ
ધૂળની ડમરી જવો ફરું છું આ શહેરમાં
કમ્મર કસીને ઊભો રહું
કે આગળ વધું
વિચાર કરવાની લગીરે ફુરસદ નથી
પેંતરા રચેલા રસ્તાઓ પર
ફરી વળું સોગઠી જેમ
અને અદૃશ્ય હાથ વડે ઠેલાઈ જાઉં ભૂગર્ભમાં
ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં
તડકામાં સુકાતી માછલીઓ જેવી ઇચ્છાઓમાંથી
દુર્ગંધ આવ્યા જ કરે છે
છતાં અણગમો ચહેરા ઉપર
કેમેય ચીતરી નથી શકાતો
બત્રીસ-ચોત્રીસની ઉમ્મરને
કાખમાં લઈ ચાલું થોડું
ને પ ગના તળિયે ચોંટેલી હાંફ ફેફસામાં
પિંજરે પુરાયેલ ભવિષ્ય જોતું પંખી બોલે
તેવી ભાષા બોલવા લાગે છે
થોડો આગળ વધું છું ને કેવલ નિર્જન મેદાનો
વસેલાં દેખાય છે
થાય છે હસી લઉં કદાચ લીલું ઘાસ ઊગી નીકળશે
મેદાનોમાં.
ત્વચા ઉપરની નસોમાંથી કૂદી પડે અંધકાર
થોડો આગળ વધુ ત્યાં—
ચીસ પાડું?
કદાચ
કદાચ સૂર્ય ઊગી નીકળે.