અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/પત્નીનો નિદ્રાસ્પર્શ
Revision as of 06:50, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પત્નીનો નિદ્રાસ્પર્શ|રાવજી પટેલ}} <poem> ઊંઘના અણખેડ્યા ખેતર...")
પત્નીનો નિદ્રાસ્પર્શ
રાવજી પટેલ
ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા,
નભનીલાં ડૂંડાંના ભરચક ભાર થકી
ઝૂકેલા સાંઠા!
એક કોરથી સ્હેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકી શું ખેતર
જીભ ઉપર સળવળતું.
આ પાથી વંટોળ સૂરજનો
તે પાથી વાયુના પંખી
હભળક કરતાં આવ્યાં...
ત્યાં
મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે
શાંતિ રણ જેવી લંબાઈ પડેલી...