અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/હરિને જડી
Revision as of 11:50, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હરિને જડી|રમેશ પારેખ}} <poem> જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે...")
હરિને જડી
રમેશ પારેખ
જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,
મંદિર માથે ધજા ચડે એમ હુંય ઢોલિયે ચડી!
ચૂમું મારા ભાયગને કે ચૂમું હરિને, સૈ,
ખરી પડેલી ડાળ હું પાછી ઝાઢે વળગી ગૈ.
કેમ કરી ઓળંગું, પરવત, શી અવઢવની ઘડી!
ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટ્યાં અમી,
હરિ જેટલા ગમ્યા એટલી મુંને મૂઈ હું ગમી!
મુંને આંબવા મુજબ સોંસરવીહરિ કાઢતા હડી...
(‘છાતીમાં બારસાખ’ પૃ. ૯૨)