અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/ઘરવખરી ૪ (સોય દોરો ને...)

From Ekatra Wiki
Revision as of 06:28, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘરવખરી ૪ (સોય દોરો ને...)|હરીશ મીનાશ્રુ}} <poem> સોય દોરો ને બટણ સા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઘરવખરી ૪ (સોય દોરો ને...)

હરીશ મીનાશ્રુ

સોય દોરો ને બટણ
સાંધવું છે, આભ પણ

પાંખ ક્યાં ને ક્યાં ચરણ
તો ય પળનાં પર્યટણ

સૌનો પાલનહાર એ
ક્ષણ મનેઃ પંખીને ચણ

રમ્ય આંબાડાળ પર
કેમ પિંજરનું રટણ

તત્ત્વને શું ટૂંપણું
તુચ્છ સઘળાં વ્યાકરણ

ઉપનિષદ લખવાં ફરી
હું નવેસરથી અભણ

તું સજીવન હોય તો
શબ્દને હોંકાર ભણ

નેતિ કહેતાં શું થશે
રેતી કહેતાં વ્યક્ત રણ

મંત્રવત્ ફૂંકું ગઝલ
અબઘડી દટ્ટણપટણ