અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/આપણને જોઈ
Revision as of 06:57, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આપણને જોઈ|રાવજી પટેલ}} <poem> આપણને જોઈ પેલા બગીચામાં લીલોતરી...")
આપણને જોઈ
રાવજી પટેલ
આપણને જોઈ
પેલા બગીચામાં લીલોતરી સળવળે
આપણને જોઈ
પેલાં પતંગિયાં હજીય તે ઊડ્યા કરે!
આપણને જોઈ
પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
પેલા ઝૂમાં આણી સારસની જોડ!
આપણને જોઈ
પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
પેલા ઘરડાને ચપોચપ દાંત ફૂટે!
‘અંગત’