અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/ટન્ ટન્ ટકોરા સાત

From Ekatra Wiki
Revision as of 09:18, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
ટન્ ટન્ ટકોરા સાત

દિનેશ કોઠારી

ટન્ ટન્ ટકોરા સાત
ઊગતા સૂર્ય સાથે શેકહૅન્ડ!

ટી-ટેબલે

બાળકો, પત્ની, પિતાજી સંગમાં
સિલોનની છાયા નીચે
ઇધર-ઉધરની ખાટીમીઠી વાત;
ટૉમીને ટા…ટા…
ફૂટપાથ પરના મંદિરે માથું નમ્યું;
લિફ્ટ ઉપર
આંખ નીચે કાગળો ને શાહીની લાંબી શરત;
બે કશ મજેના

હા…શ…
ધૂમ્રગોટા!
ચિટચૅટ મિત્રો સાથ,
અહીંથી ત્યાં…
પણે…
થ્રી-ડી મહીં રોમાન્સ;

ટણનન્ કૉલબેલ
ભરનીંદમાં ગુમ બેબીને બોકી,
ચશચશ્યાં બે ચુંબનો
સ્વિચ ઑફ —

(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧૫)