અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/હરિ, સુપણે મત આવો!
Revision as of 06:59, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હરિ, સુપણે મત આવો!|ભગવતીકુમાર શર્મા}} <poem> હરિ, સુપણે મત આવો! મ...")
હરિ, સુપણે મત આવો!
ભગવતીકુમાર શર્મા
હરિ, સુપણે મત આવો!
મોઢામોઢ મળો તો મળવું,
મિથ્યા મૃગજળ માંહ્ય પલળવું,
આ બદરાથી તે બદરા તક
ચાતકનો ચકરાવો... હરિ...
પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?
મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.
મુંને બ્રજ કી બાટ બતાવો...
હરિ, સુપણે મત આવો!
સુપણામાં સો ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,
નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ,
કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!...
(ઝળહળ, ૧૨-૪-૧૯૯૦)