અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/ઘોડી પેઠ હોડી

Revision as of 09:48, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘોડી પેઠ હોડી|રાધેશ્યામ શર્મા}} <poem> ઘોડી પેઠ હોડી હણહણ દોડી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઘોડી પેઠ હોડી

રાધેશ્યામ શર્મા

ઘોડી પેઠ
હોડી
હણહણ
દોડી
રણમાં
કણ
કણ
કુદાવતી
ક્ષણમાં
પડ્યાં
પાછળ
ભૂખરાં
દરિયાઈ
ઊંટ
કાઠડા
ઉલાળતાં
ઢેકા
ફુલાવતાં
વણઝારનાં
ઘોડિયાં
ઝુલાવતાં
તબડક
કબતક
દૂર નજીક
દીવાદાંડી
તો
ડોકાતીય નથી
એતદ્, જુલાઈ-સપ્ટેમ્બર, પૃ. ૩