અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/ઉતાવળ ન કરો!
Revision as of 04:34, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉતાવળ ન કરો!|રાજેન્દ્ર શુક્લ}} <poem> જરી ધીરે, જરા ધીરે વહો શ્વ...")
ઉતાવળ ન કરો!
રાજેન્દ્ર શુક્લ
જરી ધીરે, જરા ધીરે વહો શ્વાસ, ઉતાવળ ન કરો,
અરે, શબ્દનો રસ્તો છે અનાયાસ, ઉતાવળ ન કરો.
મૂક્યું પોત જો મઝધાર, થશે પાર, ફિકર શી છે હવે,
’નરાધાર એ વરસે છે ઉપરવાસ, ઉતાવળ ન કરો.
ત્યહીં એકીટશે કોક જુવે વાટ, હશે એય વિકલ,
નથી દૂર કશે, આ રહ્યો અજવાસ, ઉતાવળ ન કરો.
ભરો ઘૂંટ ઉપર ઘૂંટ, હશે રંગ નવો, રૂપ નવાં,
જુવો વેશ હવે કૈંક ધરે પ્યાસ, ઉતાવળ ન કરો.
ભળે શ્વાસ મહીં શ્વાસ, ગઝલ એ જ મુકમ્મિલ કરશે,
જરા ધીરે, જરા ધીરે ગૂંથો પ્રાસ, ઉતાવળ ન કરો.
(૬ સપ્ટે. ૧૯૭૮)