અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : સફેદ પતંગિયું
Revision as of 11:00, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : સફેદ પતંગિયું|કમલ વોરા}} <poem> કોઈ પતંગિયું પકડી...")
આઠ પતંગિયાં : સફેદ પતંગિયું
કમલ વોરા
કોઈ
પતંગિયું પકડી લે
તો પતંગિયું
ખોવાઈ જાય
એના હાથની ત્વચામાં.