અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : સોનેરી પતંગિયું

From Ekatra Wiki
Revision as of 11:01, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : સોનેરી પતંગિયું|કમલ વોરા}} <poem> સકળ સૃષ્ટિના રં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આઠ પતંગિયાં : સોનેરી પતંગિયું

કમલ વોરા

સકળ સૃષ્ટિના રંગ
ખરી રહ્યા હતા
એ પળે
એક સોનેરી પતંગિયું
ક્યાંયથી આવી
મારા હાથ પર બેઠું
ને મને ઉગારી ગયું.