અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/વાવ : ૨. ભેદતો રહ્યો...
Revision as of 11:05, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાવ : ૨. ભેદતો રહ્યો...| યોગેશ જોષી}} <poem> મારા હાથમાં નથી એકેય હ...")
વાવ : ૨. ભેદતો રહ્યો...
યોગેશ જોષી
મારા હાથમાં
નથી એકેય હલેસું,
નથી તરાપો
કે નથી તુંબડું!
મારા હાથમાં
નથી
મારા જ હાથ!
આમ છતાં
હિંમતભેર
એક પછી એક કોઠા
ભેદતો રહ્યો,
છેદતો રહ્યો
ને
વધતો રહ્યો
આગળ ને આગળ...
એક પછી એક માળ
— જાણે કાળ પછી કાળ —
ઊતરતો રહ્યો,
ઊંડે ને ઊંડે...
નથી આવતું હજીયે
એકેય પાતાળ!
આવ્યા જ કરે છે —
માળની નીચે
માળની નીચે
માળની નીચે માળ!
ચોતરફ
કેવળ
અડાબીડ હવડ અંધારું...
અંધારાનાં
ચીકમાં-લપસણાં પગથિયાં ઊતરતો
ઊતરતો;
પૂરતો શ્વાસ લેવા જેટલીયે જ્યાં
હવા ન હોય એવા
અંધકારના કોઠા વીંધતો
વીંધતો.
શબ્સૃષ્ટિ, જાન્યુઆરી ૨૦૧૪