અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુલ ચોકસી/વસંતતિલકામાં હસવાનું
Revision as of 08:34, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વસંતતિલકામાં હસવાનું|મુકુલ ચોકસી}} <poem> વસંતતિલકામાં હસવા...")
વસંતતિલકામાં હસવાનું
મુકુલ ચોકસી
વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું,
હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.
આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું?
હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું?
ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદ્ભાગ્ય કહેવાનું,
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું.
અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
વીતેલી જિંદગી સન્માનપૂર્વક યાદ કરવાનું.
(તરન્નુમ, ૧૯૮૧, પૃ. ૩૬)