અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિવેક મનહર ટેલર/શું ટાંકવા?
Revision as of 10:08, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શું ટાંકવા? |વિવેક મનહર ટેલર}} <poem> પાણી ભરેલાં વાદળોને ખેંચ...")
શું ટાંકવા?
વિવેક મનહર ટેલર
પાણી ભરેલાં વાદળોને ખેંચી લાવવાં
ઓછાં પડે છે, દોસ્ત! આ શહેરોને ઝાડવાં.
એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
ખુદમાં ડૂબી ગયેલાને ક્યાંથી તરાવવા?
તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા?
પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.
એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયાઃ શું-શું ઉપાડવા?
કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા?