અભિમન્યુ આખ્યાન/શબ્દાર્થ અને ટિપ્પણ
કડવુંઃ૦૧
કડી ૧ ગત્ય = રીત; યુક્તિ; ૨ કમલાસનની કુંવરી = (વિષ્ણુના નાભીકમળમાંથી જન્મેલ બ્રહ્મા)ની પુત્રી સરસ્વતી. ૪ વૈશંપાયન = વ્યાસના શિષ્ય, એમણે રાજા જનમેજયને બ્રહ્મહત્યા ટાળવા મહાભારતનાં અઢાર પર્વ સંભળાવ્યાં હતાં ૪ જનમેજય = અભિમન્યુના પુત્ર પરીક્ષિતનો પુત્ર (જનમેજય અહિ દાદાની કથા સાંભળી રહ્યા છે) ૮ સૌભદ્રે = સુભદ્રાનો પુત્ર સૌભદ્રે, અભિમન્યુ. ૧૨ ઉદક-અંજલિ = પ્રતિજ્ઞા માટે પાણી મૂકવું, પ્રતિજ્ઞા લેવી. ૧૪ સશંપ્તક = કૌરવપક્ષના એ નામના ક્ષત્રિયોનું કુળ, યુદ્ધમાં જીતવું અથવા તો મરવું એવી પ્રતિજ્ઞા કરવાથી એ લોક સશંપ્તકો કહેવાયા હતાં. (અર્જુનને સંગ્રામમાંથી દૂર કરવા :::સશંપ્તકોએ યુધ્ધનું આહ્વાન આપ્યું હતું. યુધ્ધનું આહ્વાન કદી પણ ન ટાળવાના વ્રતધારી અર્જુનને કૃષ્ણ સશંપ્તકો સાથે યુધ્ધ કરવા તેડી જાય છે) ૧૪ ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ. =
કૃષ્ણે પોતાના ભાણેજ અભિમન્યુનો કૌરવો પાસે નાશકરાવ્યો.