ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રિમઉલ્લેખ

From Ekatra Wiki
Revision as of 08:52, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અગ્રિમઉલ્લેખ(Advance Mention)'''</Span> : કથનવિજ્ઞાનની સંજ્ઞા. આ એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અગ્રિમઉલ્લેખ(Advance Mention) : કથનવિજ્ઞાનની સંજ્ઞા. આ એવું કથનબીજ છે જેનું મહત્ત્વ પહેલાં જ્યારે એનો નિર્દેશ થાય છે ત્યારે કળાતું નથી. જેમકે પહેલા પ્રકરણમાં કોઈ પાત્રને આકસ્મિક પ્રવેશ આપ્યો હોય અને પછીના કોઈ પ્રકરણમાં એ નિર્ણાયક ભૂમિકા ભજવતું નીકળે. અથવા દીવાનખાનામાં એક સાદા કબાટનો નિર્દેશ થયો હોય અને પછી એ અનેક રહસ્યોનો ભંડાર નીકળે. ચં.ટો.