ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉગ્રતાવાદ
Revision as of 11:33, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઉગ્રતાવાદ (Radicalism)''' અંતિમવાદી સિદ્ધાન્ત કે વિચારનુ...")
ઉગ્રતાવાદ (Radicalism) અંતિમવાદી સિદ્ધાન્ત કે વિચારનું અનુસરણ કરવાનું વલણ. યથાસ્થિતિનું વિરોધી આ વલણ સમાજનાં મૂળભૂત પાસાંઓમાં આમૂલ પરિવર્તન લાવવા અને સમાજને અત્યંત ઝડપથી બદલવા ઇચ્છે છે એટલું જ નહીં, સમાજની આધારભૂત વર્ગસંરચનામાં ફેરફાર લાવવા ચાહે છે. રાજનીતિક્ષેત્રે સમાજવાદ અને સામ્યવાદે આ વિચારધારાનો ઉપયોગ કર્યો છે અને એમ કરવામાં હિંસાત્મક ઉપાયોને પણ આવકાર્યા છે. અંતિમવાદી દૃષ્ટિબિન્દુઓને પોતાના લેખનમાં વિનિયોગ કરતા સર્જકો અને તેમની કૃતિઓના સંદર્ભમાં પણ આ સંજ્ઞાનો ઉલ્લેખ થાય છે. તદનુસાર દાદાવાદ, અતિવાસ્તવવાદ વગેરે ઉગ્રતાવાદી વિચારધારાનાં ઉદાહરણ છે.
હ.ત્રિ.