ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવચ્છેદન કાવ્ય

Revision as of 11:33, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અવચ્છેદન કાવ્ય (Prunning poem)'''</span> : કપાતી ડાંખળીની જેમ છંટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અવચ્છેદન કાવ્ય (Prunning poem) : કપાતી ડાંખળીની જેમ છંટાતો આવતો શબ્દ અને બંધાતી આવતી પ્રાસરચના આ કાવ્યનો વિશેષ છે. આ કવિતાસ્વરૂપની ત્રણ પંક્તિના એકમમાં બીજી અને ત્રીજી પંક્તિના પ્રાસ પહેલી પંક્તિના પ્રાસમાંથી ક્રમશ : એક એક અક્ષર અવચ્છેદિત થતાં બંધાતા આવે છે. જેમકે ચન્દ્રકાન્ત ટોપીવાળાની રચના : કાળમીંઢ વૃક્ષો અકબંધ/તૂટ્યા ચંદ્રનું રવડે કબંધ/ઊડતી પાંખ અંદરથી બંધ. ચં.ટો.