ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકૃતિક વિશ્લેષણ

From Ekatra Wiki
Revision as of 12:48, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આકૃતિક વિશ્લેષણ (Formal Analysis)'''</span> : ગણિતશાસ્ત્ર, તર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આકૃતિક વિશ્લેષણ (Formal Analysis) : ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાનમાંથી સાહિત્યવિવેચનમાં આવેલી વિશ્લેષણની પદ્ધતિ. અભિવ્યક્તિની સ્પષ્ટતા તેમજ તેની ચોકસાઈ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાનપ્રેરિત સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, પાઠ-વ્યાકરણ વગેરેમાં આકૃતિક વિશ્લેષણ એ એક કેન્દ્રવર્તી ખ્યાલ છે, કૃતિના પાઠની સંરચના સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે અને તેનું વ્યાકરણ રચવા માટે આકૃતિક વિશ્લેષણનો આધાર લેવામાં આવે છે. આધુનિક આકૃતિક વિશ્લેષણે હવે ‘સંગણકવિજ્ઞાન’ (Computer Science)ની ફ્લો-ચાર્ટ(Flow chart)પદ્ધતિ પણ અપનાવી લીધી છે. સાહિત્યના અધ્યયનને ‘વસ્તુનિષ્ઠતા’ અર્પવા આ પદ્ધતિ ઉપયોગી બને છે. હ.ત્રિ.