ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપદાર્થવાદ

From Ekatra Wiki
Revision as of 12:10, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કાવ્યપદાર્થવાદ (Objectivism)'''</span> : ૧૯૩૦ની આસપાસ જ્યોર્જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



કાવ્યપદાર્થવાદ (Objectivism) : ૧૯૩૦ની આસપાસ જ્યોર્જ ઓપન, લૂઈ ઝુકોવ્સ્કી, ચાર્લ્સ રેઝનીકોફ, લોરિન નીડેકર, વિલ્યમ કાર્લોસ વિલ્યમ્સ વગેરે દ્વારા પ્રચલિત થયેલો આ કાવ્યસંપ્રદાય સૈદ્ધાન્તિક ભૂમિકા, ઐતિહાસિક સંદર્ભ અને લેખકના આશયથી નિરપેક્ષ રીતે કાવ્યને માત્ર કલાપદાર્થ તરીકે જોવાનો આગ્રહ સેવે છે. અલબત્ત, એમની આ ઝુંબેશ બહુ પ્રચલિત ન બની. એમની રચનાઓ ‘એન ઓબ્જેક્ટિવિસ્ટસ્ એન્થલોજી’(૧૯૩૨)માં સંગ્રહિત છે. વિધાનને બદલે ‘વિચારો નહીં પણ વસ્તુઓ’ને કોઈપણ જાતની કવિની હાજરી વગર એમ ને એમ રજૂ કરવાનો તરીકો એમાં પ્રધાનસ્થાને છે. ચં.ટો.