ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગૂઢવાદ

From Ekatra Wiki
Revision as of 12:51, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગૂઢવાદ(Occultism)'''</span>: એલ્કિમી, જાદુ, જ્યોતિષ વગેરેને ગૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગૂઢવાદ(Occultism): એલ્કિમી, જાદુ, જ્યોતિષ વગેરેને ગૂઢવાદી વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાંની તંત્રની ગુહ્યસાધના પણ એ જ પ્રકારમાં આવે. સામાન્ય જ્ઞાનની સીમા બહારનું, જે કાંઈ સમજ બહારનું છે એ સર્વ અતિમાનુષી કે લોકોત્તર પરિબળો કે માધ્યમોને આ વાદ સ્પર્શે છે. ‘ગુજરાતનો નાથ’ (ક.મા.મુનશી)માં કીર્તિદેવની કાળભૈરવ સાથેની મુલાકાત સાહિત્યકૃતિમાં થતા આ વાદના વિનિયોગનું ઉદાહરણ છે. પ.ના.