ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઘ/ઘનભવિષ્યવાદ
Revision as of 11:14, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઘનભવિષ્યવાદ (Cubo-Futurism)'''</span>: પ્રથમ વિશ્વયુદ્ધની સાથોસ...")
ઘનભવિષ્યવાદ (Cubo-Futurism): પ્રથમ વિશ્વયુદ્ધની સાથોસાથ અસ્તિત્વમાં આવેલી રશિયન કવિતાની એક વિચારધારા. આ વિચારધારાના અનુયાયી કવિઓએ પોતાને ભવિષ્યવાદીઓ (Futurist) તરીકે ઓળખાવ્યા. કાવ્યની ભાષા તથા તેના વસ્તુમાં પાયાના ફેરફાર કર્યા. વ્યાકરણના નિયમોથી માંડીને પ્રેમ-શૌર્ય જેવા વિષયવસ્તુનો તેમણે વિરોધ કર્યો. અને કાવ્યમાં ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ ઉપર ભાર મૂક્યો જેને લીધે અર્થને સ્થાને ‘નાદ’ એ કાવ્યનાં મુખ્ય અંગ તરીકે પ્રગટ થાય છે. ઘનવાદ તથા દાદાવાદને મળતી આવતી આ વિચારધારા છે. માયકોવ્સકી આ વિચારસરણીનો અગ્રણી અનુયાયી છે.
ચં.ટો.