ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ટુચકો
Revision as of 16:19, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ટુચકો'''</span> : લાઘવયુક્ત હાસ્યપૂર્ણ કથાપ્રકાર. ટુચક...")
ટુચકો : લાઘવયુક્ત હાસ્યપૂર્ણ કથાપ્રકાર. ટુચકાની વસ્તુ સામગ્રી તેમજ નિરૂપણશૈલી સંદર્ભે આશ્ચર્યજનકતા, તાર્કિકતા, તીક્ષ્ણતા અને લાઘવ અનિવાર્ય લક્ષણ મનાયાં છે. ઘટેલી ઘટના સંદર્ભે દૃષ્ટાંતકથા રૂપે ટાંકવામાં આવતો ટુચકો મૂળે કથનાત્મક સાહિત્યસ્વરૂપ/પ્રકાર છે. કેટલાક, ટૂંકી વાર્તાના વિસ્તરણનાં મૂળ ટુચકામાં જુએ છે.
ર.ર.દ.