ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તાન્કા

Revision as of 05:53, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તાન્કા(Tanka)'''</span> : ૫/૭/૫/૭/૭ અક્ષરોની પાંચ પંક્તિઓમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તાન્કા(Tanka) : ૫/૭/૫/૭/૭ અક્ષરોની પાંચ પંક્તિઓમાં કુલ ૩૧ અક્ષરો ધરાવતું ૭મી સદીમાં ઉદ્ભવેલું જાપાનનું પ્રશિષ્ટ કાવ્યસ્વરૂપ. આ સ્વરૂપ ‘વાકા’ કે ‘ઉટા’ તરીકે પણ પ્રચલિત છે; પરંતુ પશ્ચિમની કવિતા પર હાઈકુ જેટલું પ્રભાવક નથી નીવડ્યાું. જેમકે કિસન સોસાનું તાન્કા / “ખેતર, વૃક્ષો/વ્યોમ પંખીથી ભર્યો/ઓરડો જુઓ! કે અવાવર ઓલી/આજ બારી મેં ખોલી.” ચં.ટો.