ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાવિધિક વિવેચન

Revision as of 12:59, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રાવિધિક વિવેચન (Technical criticism)'''</span> : ચોક્કસ કૃતિનું એક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રાવિધિક વિવેચન (Technical criticism) : ચોક્કસ કૃતિનું એક એક અંગ એના વૈયક્તિક સ્વરૂપને નિર્ણીત કરવામાં કઈ રીતે ભાગ ભજવે છે એ આ વિવેચનનો મુખ્ય આશય છે. આ સદીમાં વિવેચનનો વિકાસ જોતાં સૌથી વધુ પ્રચલિત થયેલું કૃતિનું શ્રમસાધ્ય પ્રાવિધિક વિશ્લેષણ છે. હ.ત્રિ.