ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રેમશૌર્યકથા

From Ekatra Wiki
Revision as of 13:36, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમશૌર્યકથા (Romance)'''</span> : મધ્યકાલીન યુરોપમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રેમશૌર્યકથા (Romance) : મધ્યકાલીન યુરોપમાં પ્રચલિત સાહિત્યસ્વરૂપ જેમાં પ્રેમ અને શૌર્યનું નિરૂપણ હોય અને જેમાં સ્ત્રીદાક્ષિણ્યસભર નાયકનાં સાહસોની પ્રસંગશ્રેણી રજૂ કરવામાં આવી હોય. આધુનિક સાહિત્યમાં આ કથાસ્વરૂપનો પુનરોદ્ધાર અંગ્રેજ નવલકથાકાર વૉલ્ટર સ્કૉટ દ્વારા થયો. અંગ્રેજીમાં ‘રોમેન્સ’ શબ્દ ‘સ્પેનિશ બેલડ’ના છંદને ઓળખવા માટે પણ પ્રયોજાય છે. પ.ના.