ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બુર્ઝવા નાટક
Revision as of 15:58, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બુર્ઝવા નાટક (Bourgeois Drama)'''</span> : મધ્યમવર્ગીય સમાજજ...")
બુર્ઝવા નાટક (Bourgeois Drama) : મધ્યમવર્ગીય સમાજજીવન અને તેના પ્રશનેની રજૂઆત કરતાં વાસ્તવલક્ષી નાટકો માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ફ્રેન્ચ ક્રાંતિથી અમીર અને ગરીબ એ બે વચ્ચેનો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો, તે મધ્યમ વર્ગ (Bourgeois, Fr. middle class) તરીકે ઓળખાયો. મૂડીવાદી વ્યવસ્થામાં કાર્લ માક્સ આ વર્ગનો શાસક વર્ગ તરીકે ઉલ્લેખ કરે છે. આ વર્ગનાં બળ અને તેની આકાંક્ષાઓ અનુસાર જ કોઈપણ દેશની સરકાર કે તેની કલાનું વલણ નિશ્ચિત થાય છે એવી માન્યતા છે. પ.ના.