ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બોવરીવાદ
Revision as of 16:11, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બોવરીવાદ'''</span> (Bovarysme) : નવલકથાના નાયક કે નાયિકા તરીકે...")
બોવરીવાદ (Bovarysme) : નવલકથાના નાયક કે નાયિકા તરીકે પલાયનવાદી થઈ દિવાસ્વપ્નમાં રાચવાની અને રોજિંદી વાસ્વિકતાઓને ઉવેખવાની વૃત્તિનો અહીં નિર્દેશ પડેલો છે. ‘માદામ બોવરી’(૧૮૫૭) નવલકથાની નાયિકા એમ્મા બોવરી પહેલાં પણ આ પ્રકારની સ્થિતિ અન્ય નવલકથાઓનાં ચરિત્રોમાં જોવાય છે. મુખ્યત્વે અહીં કલ્પના અને વાસ્તવિકતાનો વિભ્રમ હોય છે.
ચં.ટો.