ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવાવપાત

From Ekatra Wiki
Revision as of 13:34, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવાવપાત (Bathos)'''</span> : કૃતિમાં ઉદાત્ત રસના પ્રત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ભાવાવપાત (Bathos) : કૃતિમાં ઉદાત્ત રસના પ્રત્યાયનની ક્ષણે જ અતિશયતા કે કૃત્રિમતાને લીધે ભાવક દ્વારા અનુભવાતી તીવ્ર રસક્ષતિ. પ્રતિકાષ્ઠા(Anti-climax)ની સરખામણીમાં તે વધુ ઝડપી હોય છે. મૂળે ‘ઊંડાણ’ના અર્થમાં પ્રયોજાતી આ સંજ્ઞા તેના હાલના અર્થમાં અંગ્રેજ કવિ પોપે પ્રયોજી. પ.ના.