ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યથાનામ

From Ekatra Wiki
Revision as of 11:17, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યથાનામ(Aptronym)'''</span> : એક અમેરિકન પત્રકારે આપેલી સંજ્ઞા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


યથાનામ(Aptronym) : એક અમેરિકન પત્રકારે આપેલી સંજ્ઞા. સાહિત્યમાં પાત્રનું નામ પાત્રના વ્યક્તિત્વનો અણસાર આપતું હોય કે વાર્તાના હેતુને કે એની નૈતિકતાને સમજાવતું હોય એ સંજ્ઞા દ્વારા અભિપ્રેત છે. જેમકે ગોવર્ધનરામ ત્રિપાઠીના ‘સરસ્વતીચંદ્ર’માં ‘બુદ્ધિધન’, ‘પ્રમાદધન’ કે ‘ગુણસુંદરી’ જેવાં પાત્રોનાં નામ. પ.ના.