ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર-રમેની-રમૈની-રવેણી
Revision as of 08:54, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
રમેની/રમૈની/રવેણી : સંતવાણી ઝીલતો, ચોપાઈ અને દોહરાબંધ ધરાવતો મધ્યકાલીન કાવ્યપ્રકાર. ગોરખનાથકૃત ‘પ્રાણસંકલી’ માત્ર દોહાબદ્ધ રચના છે. કબીરે કૃતિના આરંભે પાંચ-છ ચોપાઈ અને અંતે સારબોધ કરાવતા દોહરા-સાખીના મિશ્રપ્રયોગથી રમેણી/રમૈની/રવેણી કાવ્યપ્રકાર યોજ્યો છે. ગુજરાતીમાં અખાએ દોહાબદ્ધ રમેણી રચી છે.
ર.ર.દ.