ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લાવણી

From Ekatra Wiki
Revision as of 08:26, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લાવણી'''</span>: મૂળે લાવણી તાલ છે. આ તાલ જેમાં હોય એવી ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લાવણી: મૂળે લાવણી તાલ છે. આ તાલ જેમાં હોય એવી રચનાને પણ પછી ‘લાવણી’ કહેવામાં આવી. આ ચતુષ્કલ-અષ્ટકલ રચના છે. ‘જય જય ગરવી ગુજરાત’ ઉપરાંત નર્મદે બીજી અનેક પ્રકારની લાવણી લખી છે. મરાઠી રંગભૂમિના લોકપ્રિય લોકનાટ્ય ‘તમાશા’માં લાવણીગીતો લયાત્મકતા અને શૃંગારપ્રધાનતાને વ્યક્ત કરે છે. ચં.ટો.