ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમજૂતી

From Ekatra Wiki
Revision as of 11:06, 26 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમજૂતી(Explanation)'''</span> : વિવેચનના સામાન્ય રીતે ત્રણ ઘટકો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સમજૂતી(Explanation) : વિવેચનના સામાન્ય રીતે ત્રણ ઘટકો છે : વર્ણન, સમજૂતી અને મૂલ્યાંકન. કોઈપણ સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરતાં પહેલાં એ કૃતિનું વર્ણન કરવા અંગેનાં અને એ કૃતિની સમજૂતી અંગેનાં ઉપકરણો વિવેચને વિકસાવવાનાં રહે છે. સમગ્રના અર્થ સંદર્ભે ઘટકોનો અર્થ અને ઘટકોની પરસ્પર અન્વિતિનો અર્થ એ સમજૂતીનું ક્ષેત્ર છે. ચં.ટો.