ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમતાવાદી

From Ekatra Wiki
Revision as of 11:15, 26 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમતાવાદી (Egalitarian)'''</span> : સર્વ મનુષ્યો સમાન છે એવી માન્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સમતાવાદી (Egalitarian) : સર્વ મનુષ્યો સમાન છે એવી માન્યતાનો પ્રસાર કરતી વિચારધારા. સમતાવાદી લેખક તેનાં પાત્રોને સામાજિક દરજ્જો, આર્થિક સ્થિતિ વગેરે બાબતોમાં વિભિન્ન સ્તરે નિરૂપે, પણ તે બધાંને મનુષ્યો તરીકે સમાન કક્ષાએ જ મૂલવે. વૉલ્ટ વ્હિટમન, લિંકન, ગાંધી વગેરેએ આ વિચારધારાનો પ્રસાર કર્યો છે. હ.ત્રિ.