ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમનુક્રમણિકા

From Ekatra Wiki
Revision as of 11:17, 26 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમનુક્રમણિકા(Concordance)'''</span> : હસ્તપ્રતો-પુસ્તકો વગેરે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સમનુક્રમણિકા(Concordance) : હસ્તપ્રતો-પુસ્તકો વગેરેના અંતે જોડવામાં આવતી વર્ણાનુક્રમે તૈયાર કરેલી સમનુક્રમણિકા. આ દ્વારા જાણી શકાય કે અમુક શબ્દ અમુક કૃતિમાં કેટલી વાર પ્રયોજાયો છે અને તે કૃતિમાં ક્યાં શોધી શકાય છે. શબ્દોનો સંદર્ભ નક્કી કરવા માટે સમનુક્રમણિકા અત્યંત આવશ્યક છે. હ.ત્રિ.