ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાંતરતા
Jump to navigation
Jump to search
સમાંતરતા(Parallelism) : બાજુ બાજુમાં ગોઠવાયેલા વાક્યખંડોના અર્થોનું કે વાક્યખંડોની રચનાનું સાદૃશ્ય. કવિતાક્ષેત્રે નાદ કે અર્થની પુનરાવૃત્તિનો આ પ્રકાર જાણીતો છે. જેમકે જયેન્દ્ર શેખડીવાલાની પંક્તિઓ ‘પર્વતના તોતિંગ ફાડવા સઢ/ મોકલ્યા કોણે અમને?/સપનાના તોતિંગ તોડવા ગઢ/ મોકલ્યા કોણે અમને?/કોણે અમને લગભગતાથી સાંધ્યા?/ અમને અટકળતાથી બાંધ્યા?”
ચં.ટો.