ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગીતનાટક

From Ekatra Wiki
Revision as of 09:15, 27 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંગીતનાટક(Opera)'''</span> : આ નાટકમાં સંગીત એના આકસ્મિક નહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંગીતનાટક(Opera) : આ નાટકમાં સંગીત એના આકસ્મિક નહીં પણ અનુસ્યૂત અંગ રૂપે જોડાયેલું હોય છે. આ નાટક નાટકકાર અને સંગીતનિયોજકના સક્રિય સહકાર્યનું ફલ હોય છે. વિવિધ દૃશ્યો અને વિવિધ પોશાકોમાં સજ્જ ગાનારાઓ દ્વારા આ નાટકનો પ્રયોગ થાય છે; અને આ પ્રયોગ વખતે મોટું વાદ્યવૃન્દ એની સાથે સંકળાયેલું રહે છે. પ.ના.