ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામયિક
સામયિક (Magazine, Periodical) : નિયત સમયગાળામાં પ્રગટ થતું સામયિક મુખ્યત્વે સાપ્તાહિક પાક્ષિક, માસિક, દ્વૈમાસિક, ત્રૈમાસિક વાર્ષિક કે દ્વિવાર્ષિક હોય છે. ક્યારેક અનિયતકાલિક પણ હોય છે. ફિલ્મ, રાજકારણથી માંડી રમતગમત અને સામાન્ય જ્ઞાનના વિષયો પર જુદા જુદા લેખકો દ્વારા લખાયેલા લેખોનું એમાં પ્રકાશન થાય છે. સાહિત્યિક સામયિક માત્ર સર્જનને, માત્ર વિવેચનને કે બંનેને સ્થાન આપે છે અને રચાતી આવતી સાહિત્યિક પરિસ્થિતિને પ્રતિબિંબિત કરવાનું, ક્યારેક બાંધવાનું કે, એને વેગ આપવાનું કાર્ય કરે છે. એમાં લઘુ સામયિકો (Little magazines) મોટાભાગે ટૂંકજીવી હોવા છતાં પ્રયોગશીલતાને પુરસ્કારે છે તેમજ નાની સંખ્યામાં વાચકોને આકર્ષે છે. ગુજરાતીમાં ‘રે’ મઠ દ્વારા પ્રારંભમાં નીકળતું ‘કૃતિ’ લઘુસામયિકનો નમૂનો છે.
ચં.ટો.