ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામાન્યીકરણ
Revision as of 07:20, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સામાન્યીકરણ(Generalisation) : વ્યાપ્તિની ક્રિયા. આ ક્રિયા દ્વારા વિચાર, ભાવ કે સિદ્ધાન્તનું સામાન્યીકરણ સૂચવાય છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં અર્થાન્તરન્યાસ જેવા અલંકારમાં વિશેષ વાતનું સામાન્યથી સમર્થન કરવામાં આવે છે ત્યારે એમાં સામાન્યીકરણની પ્રક્રિયા જ હોય છે. જેમકે કલાપીના ‘એક આગિયાને’માં “દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી/જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?”
ચં.ટો.