ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહસકથા

From Ekatra Wiki
Revision as of 05:00, 29 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાહસકથા(Adventure Story)'''</span> : કોઈએક પાત્ર કે પાત્રો દ્વારા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાહસકથા(Adventure Story) : કોઈએક પાત્ર કે પાત્રો દ્વારા કરાતાં સાહસિક કાર્યોનું નિરૂપણ કરતી ઘટનાપ્રધાન કથા. આ પ્રકારની કથામાં પાત્રનિરૂપણ તથા વસ્તુસંયોજન જેવાં પાસાંઓ કરતાં ક્રિયા(Action)ના પાસાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. જેમકે ગુણવંતરાય આચાર્યની નવલકથા ‘દરિયાલાલ’. હ.ત્રિ.