ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂત્ર વચન

From Ekatra Wiki
Revision as of 10:59, 29 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૂત્ર/વચન(Aphorism)'''</span> : જીવનના વ્યાપક સંદર્ભમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૂત્ર/વચન(Aphorism) : જીવનના વ્યાપક સંદર્ભમાં જીવનના સત્ય કે જીવનની માન્યતાઓને લગતું સારયુક્ત લઘુ વિધાન. આ પ્રકારનું વિધાન અત્યંત સરળ, મર્મયુક્ત શૈલીમાં કહેવાયું હોય અને તે જીવન વિશેનું ગંભીર ચિંતન સમાવી લેતું હોય. આ પ્રકારનું સૂત્ર લાંબા ઉપયોગ બાદ કોઈએક નિશ્ચિત શાસ્ત્ર કે અભ્યાસના સંદર્ભમાં સર્વસામાન્ય સિદ્ધાન્ત (Maxim)નું સ્વરૂપ ધારણ કરે છે. તે જ રીતે લાંબા પ્રચારને અંતે તે કહેવત(proverb) તરીકે સ્થિર થાય છે. હ.ત્રિ.