કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૬. ભોમિયા વિના
Revision as of 10:38, 14 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|/૬. ભોમિયા વિના | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} <poem> ભોમિયા વિન...")
/૬. ભોમિયા વિના
કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર
<poem> ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી'તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
(સમગ્ર કવિતા, પૃ. ૬૬)